કોરોના મહામારી અન્વયે જનજાગૃતિ અભિયાન

        આખું વિશ્વ કોરોના મહામારીના સંકટમાંથી પસાર થઇ રહ્યું છે અને હાલમાં આ મહામારીની દવા માટેનું સંશોધન ચાલુ છે ત્યારે આ મહામારીને ફેલાતી અટકાવવા આપણે જાગૃત બનવું પડશે. તેના સંક્રમણથી તાવ, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય છે પણ ઘણી વાર આવા લક્ષણો ન પણ દેખાઇ શકે. સમયસર સારવાર ન મળતા આ રોગ પ્રાણધાતક બને છે.

        તો આવી પરિસ્‍થિતિમાં આપણે સરકારશ્રીની ગાઇડલાઇનનું પાલન કરીને કોરોના મહામારીથી પોતાનું, પોતાના પરિવારનું રક્ષણ કરીને આ મહામારીને ફેલાતી અટકાવીએ.
• માસ્‍કનો ઉપયોગ કરીએ.
• હાથને સમયાંતરે ધોતા રહીએ આ માટે સાબુ કે સેનેટાઇઝનો ઉપયોગ કરીએ.
• સામાજિક અંતરનું પાલન કરીએ.
• શકય હોય ત્‍યાં સુધી ભીડવાળી જગ્‍યાએ જવાનું ટાળીએ.
• વેકશીનના બે ડોઝ અવશ્‍ય લઇએ.
• નાના બાળકો અને વડિલોની ખાસ સંભાળ રાખીએ.
• કોરોનાના લક્ષણ જણાય તો ડોકટરની સલાહ-સુચન કે માર્ગદર્શન અવશ્‍ય લઇએ સમયસર સારવાર મળતા આ રોગ પ્રાણધાતક બનતો નથી.

        માટે આ મહામારીમાં જો પૂરતી તકેદારી રાખીશું તો અવશ્‍ય આ અદ્રશ્‍ય શત્રુને આપણે હરાવી શકશું. તો ડરવાની જરૂર નથી. જાગ્રત બનીએ અને અન્‍યને પણ જાગ્રત કરીએ જેથી આ મહામારીનો ફેલાવો અટકાવી શકાય. જબ તક દવાઇ નહીં તબ તક ઢીલાઇ નહીંઘરે રહો, સુરક્ષિત રહો.

https://youtu.be/0IUSUWrCzxc કોરોના મહામારી અન્વયે જનજાગૃતિ અભિયાનમાં જોડાવો. વિડિયોને વધુમાં વધુ શેર કરી સમાજમાં જાગૃતિ લાવવામાં મદદરુપ થાઓ.

#કોરોનામહામારી #કોરોનાજનજાગૃતિઅભિયાન #કોરોનાઅન્વયેજનજાગૃતિઅભિયાન #કોરોનાવાઈરસ #કોરોનાવાઈરસસાવધાનીટીપ્સ #કોરોનાવાઈરસમાહિતી #કોરોનાવાઈરસઅપડેટ #કોરોનામહામારીનાલક્ષણો #કોરોનામહામારીનીગાઈડલાઈન #કોરોનામહામારીમાંતકેદારી #જબતકદવાઇનહીંતબતકઢીલાઇનહીં #ઘરેરહોસુરક્ષિતરહો #જાણવાજેવું #વિજ્ઞાન #જીકે #જનરલનોલેજ #આજનુંજ્ઞાન #કરંટઅફેર્સ